મહારાષ્ટ્ર રાજ્યના ડોંડાઇચા ખાતે રહેતો પરિવાર સુરત ખાતે લગ્ન પ્રસંગ નો કાર્યક્રમ પતાવી ઘરે પરત જઈ રહ્યા હતા તે દરમિયાન નિઝરના સાયલા ગામે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર એક મકાનની દીવાલ સાથે અથડાઈ હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્ર રાજ્યના ડોંડાઇચાના ગોપાલ કૃષ્ણ મંદિર પાસે રહેતો પરિવાર સુરત ખાતે લગ્ન પ્રસંગમાંથી પોતાના મિત્ર અને મામા ના છોકરા સાથે પરત ફરી રહ્યા તે દરમિયાન વિજુભાઈ ભાદાસભાઈ માણિક પોતાના કબજાની ટોયોટા કંપનીની ક્રિઇષ્ટા ફોર વ્હીલ નં. MH - 18 - BR - 2727 ના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આગળ બીજા મુસાફરો ને બચાવવા જતાં કાર જમણી સાઈડે રોડની બાજુમાં આવેલ એક ખાલી મકાનની અંદર ની ઇંટ ની દિવાલ સાથે અથડાવી દીધી હતી.સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590