Latest News

તાપી જિલ્લા LCB અને SGO સંયુક્ત ટીમ દ્વારાસોનગઢ તાલુકામાં ખૂનની કોશિશ અને ફાયરિંગના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઉચ્છલના છાપટી ગામેથી ઝડપી પાડ્યો

Proud Tapi 07 May, 2023 01:11 PM ગુજરાત

સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે પથરદા ગામે ગત મહિનામાં પ્રેમ પ્રકરણમાં ઢોંગી તાંત્રિક રાકેશ રામુ વસાવાએ વિધિ ના બહાને પરિણીતા મહિલાને બોલાવી   હતી.પરંતુ એકતરફી પ્રેમમાં પાગલ રાકેશ વસાવાના તાબામાં મહિલા ન આવતા.મહિલા સહિત પરિવાર પર જાન થી મારી નાખવાના ઈરાદાથી ફાયરિંગ કરી નાસી ગયો હતો .જોકે ગોળીઓ દિવાલને ટકરાઈ હતી અને સદનસીબે કોઈ જાનહાની થઈ.જે બાદ પોલીસમાં  ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તાપી પોલીસ દોડતી થઈ હતી.

તાપી એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં બાતમીના આધારે આરોપી રાકેશ રામો વસાવા ઉચ્છલના છાપટી ગામના બસ સ્ટેન્ડ પાસે ભાગવાની ફિરાકમાં હોય જેથી તાત્કાલિક ટીમે તેની ધરપકડ કરી હતી.

આરોપીના કબજામાંથી ગુનામાં  વપરાયેલ   હથિયાર પિસ્ટલ તથા કાર્ટિસ તથા બીજા જીવલેણ હથિયારો મળી આવ્યા હતા.રાકેશ વસાવા દ્વારા પ્રેમ પ્રકરણના વિવાદમાં ફાયરીંગ કરી ફરિયાદીને જાનથી મારી નાંખવાની કોશીશ કરેલાનું કબુલાત કરેલ છે.

ઉલ્લેખનીય છે કે,આરોપી અગાઉ પણ મહારાષ્ટ્ર રાજ્યના અક્કલ કુવા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં મુખ્ય આરોપી તરીકે તેમજ સાગબારા પોલીસ સ્ટેશનના ચપ્પુ વડે ખુનની કોશીશના ગુનામાં તેમજ અંકલેશ્વર પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં પકડાયેલ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post