તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે આવેલ આઈ ટી આઈ માં અભ્યાસ કરતા તાલીમાર્થી વિધાર્થીઓને કાયદાનું શિક્ષણ મળી રહે તેવા ઉમદા આશયથી કાનૂની શિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં બાળકોને ભારતીય બંધારણ મૂળભૂત હક્કો અને અધિકારો અને વિવિધ કાયદા અંગે માહિતી આપવામાં આવી હતી
વાલોડ ખાતે આવેલ આઈટીઆઈમાં કાનૂની શિક્ષણ શિબિર વાલોડ કોર્ટના સિવિલ જડજ આર.એસ. સિંગલ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.આ પ્રસંગે વાલોડ વકીલ મંડળના મંત્રી ભરતભાઈ પટેલ,એડવોકેટ નયનભાઈ પટેલ,ધવલભાઈ પટેલ એડવોકેટ રવિના બેન ચૌધરી, હેતલબેન ચૌધરી મુકેશભાઈ ચૌધરી, પીએલવીના બિલાલ શેખ આઈ ટી આઈ આચાર્ય એમ.જે..પટેલ વાલોડ કોર્ટના રાકેશભાઈ કંધાર બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કાયદાઓની વિવિધ પ્રકારની કલમો હેઠળ બંધારણીય જોગવાઈ ની વિસ્તૃત માહિતી આપી હતી
વાલોડ સિવિલ કોર્ટના જડજ આર.એસ. સિંગલ એ બંધારણ રચના ની માહિતી આપી હતી અને 26 નવેમ્બર 1949ના દિવસે પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ભારતીય બંધારણે આપણને વાણી સ્વતંત્રતાનો અધિકાર,સમાનતાનો અધિકાર ,હરવા ફરવાના અધિકારો આપવામાં આવ્યા છે.ભારતીય બંધારણ મહત્વ આપણા ધાર્મિક ગ્રંથોમાં મહત્વ છે એ મુજબ જ મહત્વ ધરાવે છે. બાળકોને અલગ અલગ કાયદાઓની વિશેષ સમજ આપી હતી. વાલોડના વકીલ ભરતભાઈ પટેલ અને ધવલભાઈ પટેલે કાનૂની સેવા સત્તા મંડળ અંતર્ગત કાનૂની શિક્ષણ શિબિર નું મહત્વ સમજાવ્યું હતું અને ભારતીય બંધારણ રચના ની માહિતી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590