મહેશ પાડવી (પ્રતિનિધિ ) : નિઝર તાલુકાના બોરદા ગામમાં ૨૯ વર્ષીય પરિણીત મહિલા સાથે એક માણસ એ છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. નિઝરના બોરદા ગામની ૨૯ વર્ષીય પરિણીત મહિલા ઘરના ઓટલા પાસેનો દરવાજો ખોલી પોતાની નાની દીકરીને જમાડતી હતી.ત્યારે એક માણસ ઘરની અંદર આવી ગયો હતો.અને દીકરીને પુછેલ કે દીદી શું કરે છે તેમ પુછી પરિણીતાનો જમણો હાથ પકડી લીધેલ અને કહ્યું હતું કે, તું મારી સાથે આવવાની છે કે કેમ અને તું મારી સાથે નહી આવે તો હું તને જાનથી મારી નાખીશ.તેમ કહેતા પરિણીતાએ તેને ધક્કો ઘરની બહાર નીકળી બુમા બુમ કરી હતી.ત્યારે બાજુમાં રહેતા જયસિંગ દશરથ વળવી ઘરની બહાર નીકળેલા અને પુછે કે, શું થયું છે તેમ પૂછતાં પરિણીતાએ તેમને બધી હકીકત જણાવી હતી.ત્યારબાદ તે માણસ પણ પાછળ બહાર આવેલ અને તે ત્યાંથી જતો રહ્યો હતો ત્યારે જયસિંગ વળવી એ જણાવેલ કે આ માણસનું નામ હિરેન્દ્ર પ્રવિણ પાડવી (રહે.બોરદા ગામ ટાંકી ફળિયું તા.નિઝર જી.તાપી) છે.જે બાદ સમગ્ર પોલીસ મથકે પહોંચ્યો હતો.નિઝર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590