Latest News

જિલ્લા કલેકટર ડો.વિપીન ગર્ગ ના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

Proud Tapi 18 Jun, 2023 08:13 AM ગુજરાત


“ગેરકાયદેસર બાંધકામ અંગે જાણ થતાં તાત્કાલિક ધોરણે તેને દૂર કરો.”-જિલ્લા કલેકટર ડો.વિપીન ગર્ગ

તાપી જિલ્લા કલેકટર ડો.વિપીન ગર્ગ ના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.
 
બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી વિવિધ બાબતો ની સમીક્ષા કરતા કલેકટર ગર્ગે જણાવ્યું હતું કે,જે એજન્સીઓ કામ અધુરા રાખીને જતી રહી હોય કે કામોમાં બેદરકારી રાખતી હોય તેને બ્લેકલિસ્ટ કરી વડી કચેરીએ તેઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવે. તેમણે જે-તે એજન્સીની ડિપોઝિટ જપ્ત કરવા વિવિધ વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું.  

કલેક્ટરે  નવા દબાણો તાત્કાલીક ધોરણે દૂર કરવા અંગે કહ્યું હતું કે,ગેરકાયદેસર બાંધકામ કોઇ પણ જગ્યાએ જવા દેવું નહી.આવા દબાણો અંગે જાણ થતાં તાત્કાલિક ધોરણે તેને દૂર કરો. ઉકાઇ પ્રતિબંધિત વિસ્તાર માંથી તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવા સંબંધિત વિભાગને સુચના આપી હતી.

તેમણે સરકારી નાણાંની વસુલાત અંગે સંબંધિત વિભાગોને સમયાંતરે વસુલાત કરવા તાકીદ કરી હતી.આ ઉપરાંત બેઠકમાં નાગરિક ખરડા, એ.જી.ઓડીટ પેરા,પડતર કાગળો,ખાતાકીય તપાસ,ગુજરાત તકેદારી આયોગ તરફથી મળેલા પ્રશ્નો,સાંસદ/ધારાસભ્યોના રેફરન્સ પ્રશ્નો તથા ગત બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નો ના એક્શન ટેકન રીપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓ ની સમીક્ષા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી દ્વારા કરવામાં આવ્યું હતું.બેઠકમાં ડી.વાય.એસ. પી ચંદ્રસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર રામનિવાસ, સહિત સંકલન સમિતિના વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post