સોનગઢ તાલુકાના સાદડુન ગામ ખાતે આઇસર ટેમ્પો ચાલકે ટેમ્પો ગફલત ભરી રીતે હંકારતા, મકાઇ ભરેલ ગુણ( બોરી) ટેમ્પામાં બેસેલ આધેડ પર પડી ગઈ હતી.અને ગુણ( બોરી) નીચે દબાઇ જવાથી આધેડનું મોત નિપજ્યું હતું.
સોનગઢ તાલુકાના મલંગદેવ ગામના વિગુ ઠગીયા ગામીત પોતાના કબજાના આઇસર ટેમ્પો રજી. નં.GJ-21-W-5528 માં મકાઈ ભરેલ ગુણો લઈ જઈ રહ્યા હતા.ત્યારે ઓટાગામથી લાંગડ ગામ વચ્ચેનો રસ્તો ભયજનક વળાંક વાળો તથા ઉચા-નીચા ઘાટવાળો હોવા છતાં પણ ટેમ્પો ચાલકે મકાઈ ભરેલા ગુણો(બોરી) ને એકબીજા ઉપર ડ્રાઇવર કેબીનની નજીક ગોઠવી હતી.અને તેને દોરડાથી બાંધ્યું પણ નહોતું. સાદડનગામથી ઓટાગામ તરફ જતા લોકલ ખાડીના બ્રીજ નજીક આઇસર ટેમ્પો ચાલકે ટેમ્પો પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લેતા, આઇસર ટેમ્પો ની પાછળના ભાગે ખાલી રહેલી જગ્યામાં હીરીયા ગામીત (રહે. રાસમાટી તા.સોનગઢ જી.તાપી) બેઠેલા હતા, તેમના પર મકાઈ ભરેલા ગુણ( બોરી) ધસી આવતા, તે ગુણ( બોરી) નીચે દબાઇ જવાથી હીરીયા ગામીતનું મોત નિપજ્યું હતું.ત્યારે સોનગઢ પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590