Latest News

વ્યારાના વડકુઈ ગામમાં ખેતરે જતા આધેડનું અકસ્માતમાં મોત નીપજ્યું

Proud Tapi 25 Jul, 2023 02:50 PM ગુજરાત

વ્યારાના વડકુઇ ગામમાં બાઈક પર સવાર થઈ એક આધેડ ખેતરમાં જઈ રહ્યો હતો, ત્યારે ટ્રકની પાછળ અથડાઈ જતાં આધેડનું સ્થળ પર જ  કમકમાટી ભર્યું  મોત નીપજ્યું હતું.

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વડકુઇ ગામના સંદિપભાઇ નાનુભાઇ ગામીત (ઉ.વ.૪૮ રહે,વડકુઇ ગામઠાણ ફળીયુ તા.વ્યારા જી.તાપી) જે હિરો કંમ્પનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ ૨જી. નં.GJ-26-Q-1994 લઈને પોતાના ઘરેથી ખેતરે જઈ રહ્યા હતા.ત્યારે વડકુઇ ગામ પારસી ફળીયામાં રોડ ઉપર નેલ્સન નિલેશ ગામીત (રહે.ડુંગરી ફળિયુ,ગામ.વડકુઈ તા.વ્યારા જી.તાપી)એ પોતાના કબ્જાનો ટાટા કંપની નો ટેમ્પો રજી નં.GJ-26-T-4019 ને  રોડ ઉપર  ઉભો રાખી કોઇ સિગ્નલ લાઇટ કે,બીજા કોઇ આડસ કે સુચક ચિંહો રાખ્યા ન હતા.જેના કારણે સંદિપભાઇ ગામીત એ  મોટર સાયકલ ટેમ્પાની પાછળ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં સંદિપભાઇ ગામીતને ડાબી આંખની ઉપર કપાળમાં ગંભી૨ ઇજા થતા કપાળ ફાટી જતા તેમજ મોઢા પર તથા દાઢી ના ભાગે ઇજા થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું  મોત નીપજ્યું હતું.ટેમ્પો ચાલક વિરુદ્ધ  કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post