સુરત શહેરમાં નજીવી બોલાચાલી બાદ યુવકને ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યાઅનુરાગ ગૌડએ પવનકુમાર ને ઉપરા છાપરી ચપ્પુના ત્રણ ઘા મારી યુવકને રહેંસી નાખ્યો બાદ સચિન ના જંગલ માં ભાગી ગયો હતો. ભેસ્તાન પોલીસે મોડીરાતે જંગલમાંથી ઝડપી પડ્યો
શહેરના ઉન તિરુપતિ બાલાજી નગરના પાર્કિંગમાં મોડી સાંજે બે યુવાનો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. આ સામાન્ય ઝઘડામાં ઉશ્કેરાયેલા ઈસમે યુવકને ચપ્પુના ત્રણ ઘા ઝીંકી રહેંસી નાખતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ભેસ્તાન પોલીસ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે યુવક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, ભેસ્તાન પોલીસના જણાવ્યા મુજબ ઉન તિરુપતિ બાલાજી નગર બિલ્ડિંગ નંબર-એ/1 મકાન નંબર -107માં રહેતા રીક્ષા ચાલક રામદિન મનીરામ ચૌધરીનો દીકરો પવનકુમાર ઉર્ફે ગુડ્ડ (ઉ.વ.23)ને ગઈકાલે મોડી સાંજે સાડા છ વાગ્યાના આરસામાં તેમની જ બિલ્ડિંગમા પાર્કિગમાં બિલ્ડિંગ નંબર એ-6 રૂમ નંબર 512માં રહેતા અનુરાગ વિનોદકુમાર ગૌ઼ડએ પેટના, છાતીના ભાગે ચપ્પુના ત્રણ ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયો હતો.
બનાવની જાણ થતા ભેસ્તાન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક પવનકુમાર ઉર્ફે ગુડ્ડુની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી રામદિન ચૌધરીની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. હત્યારા અનુરાગ ગૌડને ઝડપી પાડવાના માટે ભેસ્તાન પોલીસે ભારે મહેનત કરી હતી. અનુરાગ ગૌડ હત્યા કરીયા બાદ સચિનના રિઝર્વ ફોરેસ્ટમાં ભાગી ગયો હતો અને પોતાનો મોબાઈલ ફોન બંધ કરી નાખ્યો હતો. કહેવાય છે ને કાનૂનના હાથ લાંબા હોય છે. આખરે જગલમાંથી અનુરાગ ગૌડને ઝડપી પડ્યો હતો.
આ બાબતે ભેસ્તાન પી. આઈ. હિતેશ ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપી હાલ પાંડેસરાની કોલેજમાં બીકોમનો અભ્યાસ કરી રહ્યો છે. તે આ હત્યાનું કારણ તું મારી કેમ વાત કરે છે તે મુદ્દો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590