તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા ને મહારાષ્ટ્ર રાજ્યની હદ અડીને આવેલ હોય,જેના કારણે બુટલેગરો એન કેન પ્રકારે દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્ન કરતા હોય છે.ઉચ્છલ તાલુકાના મોટા ભાગના ચેક પોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતી હોય છે.જેના કારણે અવાર નવાર દારૂની ખેપ મારતા ખેપિયાઓ ઝડપાતા હોય છે.ત્યારે નવાપુર તાલુકા નો 25 વર્ષીય યુવાન મોપેડ પર ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.
ગત રોજ ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક મોપેડ પર દારૂ લઈ જવામાં આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે ઉચ્છલ તાલુકાના સાકરદા ચેક પોસ્ટ પર વાહનોની ચેકિંગ હાથ ધરી હતી.તે દરમિયાન સામેથી આવતી હોન્ડા એકટીવા મોપેડ મોટર સાયકલ નંબર - GJ 26 Q 8204 ઉપર સવાર સંજય આગળ પ્લાસ્ટિક નો કોથળો મુકીને તેમજ ખભા ઉપર કાળો બેગ ભેરવી આવતા તેને ઉભી રખાવી તેની તપાસ કરતા પ્લાસ્ટિક નો કોથળો ખોલી જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે કોથળીની અંદર તપાસ કરતાં તેમાં સંત્રા દેશી દારૂ 180 મી.લી.ની શીલબંધ બોટલો, છુટી નંગ- ૪૮ જે કુલ લીટર આશરે ૪.૩૨ મી.લી.હતી ,જેની કુલ કિં.રૂ.૨,૪૦૦/-,તેમજ તેના ખભા ઉપર ભે૨વેલ બેગની ચેઈન ખોલી જોતા ડી.એસ.પી.બ્લેક વ્હીસ્કી 180 મી.લી.ની શીલબંધ બોટલો છુટી નંગ-૮૩,જેની કુલ કિં.રૂ.૧૧,૬૨૦/-,તેમજ મોપેડ કિં.રૂ.૨૫,૦૦૦/- એમ મળી કુલ કિં.રૂ.૩૯,૦૨૦/-નો મુદ્દામાલ ઉચ્છલ પોલીસે જપ્ત કર્યો હતો.તેમજ મોપેડ સવાર શખ્સની પૂછપરછ કરતાં સંજયભાઇ ચાવુભાઇ ગાવીત (ઉ. વ.૨૫,રહે.કરંજી ખુર્દકા ફળીયું, નવાપુર તા.નવાપુર જી. નંદુરબાર )નામ જણાઈ આવ્યું હતું.તેમજ પોલીસ તપાસમાં સંજય ગાવીત જે નવાપુર ની કાકા વાઇન શોપ માંથી કપિલ નામના વ્યક્તિ પાસેથી દારૂ ભરીને સોનગઢ ખાતે રહેતા ભરતકુમાર ૨મણભાઇ વસાવા ( રહે.સામરકુવા નિશાળ ફળિયું તા.સોનગઢ જિ-તાપી)ને આપવા જઈ રહ્યો હતો.પોલીસે ગુન્હો નોંધી કપિલ અને ભરતકુમાર ૨મણભાઇ વસાવાને વોંટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590