સોનગઢ તાલુકાના ઓટા ગામ ખાતે જૂની અદાવત રાખી યુવકને સળિયા વડે માર મારવામાં આવ્યો હતો.જેમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સોનગઢ તાલુકાના ઓટા ગામ ખાતે રહેતા નિલેશ વેલજી ગામીત ને તેમના જ ગામમાં રહેતા પ્રતીક દલસિંગ ગામીત કહેવા લાગ્યા હતા કે,આજથી વીસેક દિવસ પહેલા મારા ઘરે આવી મારી સાથે કેમ બોલાચાલી કરી હતી, મારી બહેનની છોકરી ને તું ભગાવીને લગ્ન કરેલ છે.અને તું મારી સાથે કાયમ માટે ઝગડો તકરાર કરતો આવેલ છે.તેમ કહી પ્રતીક એ જૂની અદાવત રાખી એકદમ ઉશ્કેરાઈ ગઈ હતો અને તેના હાથમાં રહેલ લોખંડના સળીયા વડે યુવકને માથામાં મારવા જતા ડાબા હાથના ખભા થી નીચેના બાવળાના ભાગે સળીયા વડે માર માર્યો હતો.જેથી સાઇટ પર ખસી જઈ બીજી વખત પ્રતીક એ પોતાના હાથમાં રહેલ સળીયા વડે માથાના ભાગે માર મારવા જતા નિલેશએ બચાવ કરવા માટે ડાબા હાથના કાડાથી કોણીના વચ્ચેના નળાના ભાગે સળીયા વડે ફટકો મારતા ડાબા હાથમાં ફેકચર થઈ ગયું હતું.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590