તાપી જિલ્લાના વ્યારાના રિધમ હોસ્પિટલ તથા લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના બોગસ ડૉકટર દ્વારા દર્દીનું ઓપરેશન કરી શારીરિક ઇજા પહોંચાડવાની કોશિશ કરવા બાબતે સોનગઢ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, સોનગઢ તથા રીધમ હોસ્પિટલ વ્યારા ખાતે બોગસ ડોક્ટર હેમંત પાટીલ કામ કરે છે. જેની પાસે માન્યતા પ્રાપ્ત મેડિકલ ડોક્ટર કે સર્જનની ડિગ્રી ન હોવા છતાં પણ દાકતરી સારવાર કરે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે એવી ઘટના સામે આવી છે.ભાવિનસિંહ અર્જુનસિંહ ચૌહાણ (રહે, સનસીટી,સોનગઢ તા.સોનગઢ જી.તાપી ) નાઓના પિતાજીના જમણા થાપાનો બે વાર ઓપરેશન બોગસ ડોક્ટર હેમંત પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ભાવિન સિંહ ચૌહાણના જમણા પગે ગાંઠનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. જે ઓપરેશન બાદ ભાવિનસિંહ અને તેમના પિતાની મૃત્યુ થઈ શકે છે અથવા શારીરિક ઈજા થવાની સંભાવના હોય તેની જાણકારી તેમને હોવા છતાં પણ બોગસ ડોક્ટર દ્વારા ઈરાદાપૂર્વક આ કામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. તેમજ આગળની કાર્યવાહી સોનગઢ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
તાપી જિલ્લાના સોનગઢ,ઉચ્છલ,નિઝર ,કુકરમુંડ તાલુકાના ગામડાઓમાં બોગસ ડૉક્ટરો દ્વારા દર્દીઓને દવા અને ઇન્જેકશન પણ આપવામાં આવે છે ત્યારે આવા બોગસ ડોકટરો સામે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા પોલીસ વિભાગ કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590