સોનગઢના મોઘવાણ ગામમાં પરણિત મહિલા ઘરે એકલી હોય, ત્યારે તેનો ફાયદો લઈ ગામનો જ એક ઈસમ ઘરમાં આવી ગયો હતો,અને મહિલા સાથે અડપલા કરવાની કોશિશ કરી હતી.જે અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મોઘવાણ ગામમાં રહેતી ૩૮ વર્ષીય પરિણીતા ઘરે રૂમમા એકલી સૂતેલી હતી,ત્યારે દેવીદાસ હસમુખભાઇ ગામીત (રહે.મોઘવાણ બ્રાહ્મણ ફળિયુ તા.સોનગઢ જી.તાપી)એ ઘરમાં બારી ખોલી પ્રવેશ કર્યો હતો.અને પરિણીતા પાસે જઈ બદ ઇરાદો રાખી મહિલાને પકડીને ઊંઘમાંથી ઉઠાડીને શરીરે હાથ ફેરવીને બળજબરી કરવાની કોશિશ કરી છેડતી કરતા મહિલાએ તેનો પ્રતિકાર કર્યો હતો. જે બાદ દેવીદાસ ગામીત નાસી છૂટ્યો હતો. આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવી છે.તેમજ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590