નિઝર પોલીસ મથકના પોલીસ કર્મી મોટર સાયકલ પર સવાર થઈ વ્યારા ખાતે જઈ રહ્યા હતા.ત્યારે અજાણ્યા બોલેરો પિકઅપ ટેમ્પો ચાલકે મોટરસાયકલ ને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં પોલીસ કર્મી ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના સતિષ સુરેશ ચૌધરી નિઝર પોલીસ મથકે ફરજ બજાવતા હતા.તે દરમિયાન તબિયત ખરાબ થઈ જતા,તા.૧૭/૦૯/૨૦૨૩ થી શીક રજા ઉપર હતા.અને ચાંપાવાડી ખાતે રહેતા હતા.પોલીસકર્મી પોતાનું કોઈ કુરિયર પાર્સલ લેવા માટે મોટરસાયકલ રજી. નં.GJ -26-N-2933 પર સવાર થઈ વ્યારા ખાતે જઈ રહ્યા હતા.ત્યારે પોલીસ કર્મી રામપુરાનજીક ગામની સીમમાંથી પસાર થતા માંડવી -વ્યારા- રોડ ઉપર પાટીયા પાસે થી પસાર થઈ રહ્યા હતા,તે વેળાએ બોલેરો પીકપ ટેમ્પો રજી.નં. GJ-21-W-0360 ના ચાલક એ પોતાના કબજા નો ટેમ્પો ઉંચામાળા તરફથી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પોલીસ કર્મીની મોટરસાયકલને ટક્કર મારી દીધી હતી.અકસ્માતમાં પોલીસ કર્મીને માથાના ભાગે તથા ડાબા હાથના ભાગે તથા ડાબા પગના ભાગે ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જે બાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.અને પિકઅપ ચાલક નાસી છૂટ્યો હતો.ત્યારે કાકરાપાર પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590