ડાંગની પ્રાકૃતિક પ્રોડક્ટ જિલ્લાની ઓળખ બને તે દિશામાં કાર્ય કરવા કલેક્ટરનું સુચન
ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની એક સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જેમાં કલેક્ટરએ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુતોની માહિતી મેળવી સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રાકૃતિક ખેતી માટેના તાલીમ સહાય ખર્ચ દેશી ગાય નિભાવ ખર્ચ સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ યોજનામાં થયેલ કામગીરી પ્રાકૃતિક ખેત પેદાશનાં વેચાણ વ્યવસ્થા માટે કરેલ કાર્યવાહીની સમીક્ષા કરી હતી.
ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટ ડાંગની ઓળખ બને તે માટે વિવિધ સંગઠનો ઊભાં કરવાં તેમજ પ્રાકૃતિક પ્રોડક્ટને ડાંગની ઓળખ બનાવવાની દિશામાં કાર્ય કરવાં કલેક્ટરએ જણાવ્યું હતું. પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં હાલમાં ૪ FPO કાર્યરત છે. જેમાં વધારો કરી વધારે ખેડૂતોને જોડવા કલેક્ટરએ સૂચન કર્યું હતું
પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને સ્થાનિક કક્ષાએ જ ઓર્ગેનિક સર્ટિફિકેશન મળી રહે સ્થાનિક બજાર વ્યવસ્થામાં સુધારો કરી ડાંગ બહાર પણ અન્ય જિલ્લા અને રાજ્યોમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાંણ થાય તે માટે ખેડુતોને પ્લેટફોર્મ પુરૂં પાડવા જણાવ્યું હતું. આ સાથે જ ડાંગ નજીકના વિસ્તારોમાં બજાર વ્યવસ્થા ઊભી કરી ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા પણ ડાંગની પ્રોડક્ટનું વેચાણ થાય અને પ્રાકૃતિક કૃષિની સાથે માર્કેટિંગ વ્યવસ્થા ઊભી થાય તે દિશામાં કાર્ય કરવાં સુચવ્યું હતું.
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં ડાંગ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર એસ.ડી.તબીયાર આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ભગરિયા નાયબ બાગાયત નિયામક ટી.એમ.ગામિત પશુપાલન અધિકારી હર્ષદભાઇ ઠાકરે જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી હર્ષદભાઇ પટેલ સહિતના અધિકારીઓ અને સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590