પ્રાથમિક મળતી માહિતી અનુસાર ડોલવણ તાલુકાના ઘાણી ગામે આવેલ આશ્રમ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો 16 વર્ષીય વિદ્યાર્થી એ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં જીવન ટૂંકાવી લેનાર વિદ્યાર્થી નામ સંદીપ કાવાજી દગડા હોવાનું બહાર આવ્યું છે, વિદ્યાર્થી મૂળ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના હોવાનું જાણવા મળી રહ્યું છે, બનાવ બાબતે ડોલવણ પોલીસે મૃતક વિધાર્થી સંદીપ કાવાજીભાઇ દગડા નાં પરીવાર જનોની ફરીયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે અને ડોલવણ પોલીસે વિધાર્થીની ડેડબોડી નો કબ્જો લઈ પી.એમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590