Latest News

કુકરમુંડાના બાલંબા ગામ નજીક અજાણ્યા ટ્રક ચાલકે ,બાઈક ચાલકને અડફેટે લેતા અક્કલકુવા તાલુકાના શિક્ષકનું મોત

Proud Tapi 25 Oct, 2023 06:07 PM ગુજરાત

નીતિન વસાવે  (પ્રતિનિધિ ) :  કુકરમુંડા તાલુકા ના  ઇટવાઇ-ફૂલવાડી રોડ પર બાલંબા ગામની સીમમાં એક અજાણ્યા ટ્રક ચાલકે અક્કલકુવા ના  બાઈક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માત એટલો ગંભીર હતો યુવકના માંસના લોચા રસ્તા પર ફરી વળ્યા હતા.

નિઝર પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કુકરમુંડાના બાલંબા ગામની સીમમાં ગત રોજ ઇંટવાઇ-ફૂલવાડી રોડ પર સાંજે અજાણ્યા ટ્રક ચાલક નંબર (NL-01-AG- 5414) ટ્રકને પુર-ઝડપે અને  ગફલત ભરી રીતે હંકારી લાવી ,દિલાવરસિંગ ચાંદયા વળવી (ઉ.વ.૪૪, રહે.સલ્લીબાર પોસ્ટ. જમાના તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ની મોટર સાયકલ (નં-MH-39-5-5667)ને અડફેટે લેતા,તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માત એટલો ગંભીર હતો કે યુવક ટ્રકના પાછળના વ્હીલમાં આવી ગયો હતો જેના કારણે યુવક ના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા માંસના લોચા રસ્તા પર ફરી વળ્યા હતા.ટ્રક ચાલકે બાઈકને અડફેટે લઈ ટ્રક ચાલક નાસી છૂટયો હતો.નિઝર પોલીસ બનાવ અંગે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post