તાપી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વાલોડ તાલુકાના ગામોમાં ત્રણ દિવસીય પ્લસ પોલિયો રસીકરણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેગામા, અંબાચ, બુટવાડા,દેલવાડા, શિકેર, નનસાડ, શાહપોર,ખાંભલા, ઇનમા મળી કુલ ૧૦ ગામોનો દેગામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમાવેશ થાય છે ત્યારે આ ૧૦ ગામોમાં પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું. દેગામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૮૬ ટકા બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.સુજાતા પટેલ અને ડો. ફિલિપ ગામીતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી સફળતાપૂર્વક આ અભિયાન પાર પાડ્યું હતું. દરેક ગામના પ્રતિનિધિઓ દ્વારા પ્લસ પોલિયો કાર્યક્રમનું ઉદઘાટન કરીને તેની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ દરેક ગામના સરપંચ અને પ્રતિનિધિઓએ પોલિયો રસીકરણ કાર્યક્રમમાં સાથ સહકાર આપ્યો હતો. દેગામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૯૩૦ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590