વાલોડ પોલીસે શિકેર અને હથુકા ગામમાંથી ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમતા કુલ 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ બંને સ્થળેથી મળી કુલ કિંમત રૂપિયા 22,470/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
વાલોડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,શિકેર ગામના ઓડિયા ફળિયા તરફ જતા રસ્તાની બાજુમાં આવેલ ખેતરના છેડા પર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આધારે વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી હતી.ત્યારે સ્થળ પરથી (1)અશોક અર્જુન રાઠોડ,(2)વિનોદ રમેશ ઢોડિયા,(3) નિતેશ દિનેશ ઢોડિયા,(4)શૈલેષ રમેશ ઢોડિયા (રહે.શિકેર,તા.વાલોડ જી.તાપી )એમ મળી કુલ 4 ની અટકાયત કરવામાં આવી હતી.તેમજ સ્થળ પરથી રોકડ રૂપિયા 11,270/- તથા મોબાઇલ નંગ -3 જેની કિંમત રૂપિયા 8 હજાર તથા બેટરી જેની કિંમત રૂપિયા 50/- એમ મળી કુલ કિંમત રૂપિયા 19,320/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
તેમજ વાલોડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બીજી બાતમી મળી હતી કે, હથુકા ગામના લાદીયા ફળીયામાં સ્ટ્રીટ લાઇટ નીચે કેટલાક ઈસમો ગંજી પાનાનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આધારે વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ હથુકા ગામના લાદીયા ફળીયામાં સ્ટ્રીટ લાઇટ નીચે રેડ કરી હતી.ત્યારે સ્થળ પર જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા હતા.પોલીસે સ્થળ પરથી (1) નવીન મોહન રોહિત,(2) સંજય રમેશ હળપતિ,(3) દિપેશ રમેશ પટેલ,(4) જયેશ મણીલાલ સોલંકી,(5) સંજય સુધાંશુ મૈસુરીયા (પાંચેય રહે.હથુકા, તા. વાલોડ જી.તાપી) અને (6)અશોક જીતુ હળપતિ (રહે. દેગામા તા.વાલોડ જી.તાપી) એમ મળી કુલ 6 ની અટકાયત કરી હતી.તેમજ કુલ કિંમત રૂપિયા 2750/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.વાલોડ પોલીસે બંને ગુન્હાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590