Latest News

સાર્વજનીક હાઇસ્કુલ સોનગઢ ખાતે મંત્રી કુવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Proud Tapi 23 Jun, 2023 04:17 PM ગુજરાત

વધુ વૃક્ષો વાવવીએ અને વધુ વરસાદ લાવીએ :-રાજ્ય મંત્રી કુવરજીભાઇ  હળપતિ

તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા અને મંતવ્ય ન્યૂઝ ચેનલના સહયોગથી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી કુંવરજીભાઇ  હળપતિના અધ્યક્ષસ્થાને સાર્વજનીક હાઇસ્કુલ સોનગઢ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મંત્રીએ સૌ વિદ્યાર્થીઓને પર્યાવરણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે , આજે વરસાદ મોડો આવવાનું કારણ જંગલોનો થતો વિનાશ છે, તેથી આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને વધુ વરસાદ લાવીએનો સૌએ મળી સંકલ્પ કરવાનો છે. આજે જંગલો માંથી આપણે વિવિધ વસ્તુઓ મળે છે ત્યારે આપણી જવાબદારી બને છે કે આપણે વૃક્ષોનુ વાવેતર કરી સાથે પર્યાવરણનું પણ જતન કરવાનું છે, એમ સમજાવી બાળકોને વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.


વધુમાં મંત્રીએ સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે 75 લાખ વૃક્ષો વાવવાનું જેમણે એક ભગીરથ બીડું ઉપાડ્યું છે એવા મંતવ્ય ન્યૂઝ ચેનલને ખુભ ખુભ અભિનંદન પાઠવ્યા હતા કે તેઓ એ સમગ્ર ગુજરાતમાં 75 લાખ વૃક્ષો વાવી સાથે તેની જાળવણી કરવાની પણ તેઓ ચિંતા કરે છે, ત્યારે આપણે સૌએ મંતવ્ય ન્યૂઝ ચેનલની સાથે મળી વૃક્ષારોપણ કરી  વૃક્ષોની જાળવણી કરવામાં સહકાર આપવો જોઇએ.

ઉપસ્થિત મંતવ્ય ન્યૂઝ ચેનલના ચીફ લોકેશ કુમારે જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓના મુખ્ય કાર્યાલયમાં જઇ વૃક્ષારોપણ કરવાનું અમે નક્કી કર્યું છે ત્યારે આ વિશેષ કાર્યમાં અમારી સાથે જનભાગીદારી નોધાય એ જરુરી છે એમ કહી સૌને વૃક્ષારોપણના કાર્યમાં ભાગીદારી નોધાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના અંતે સૌએ પર્યાવરણના જતન કરવા અંગે ના શપથ લઇ મહાનુભાવોએ શાળા આંગણમાં વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓને આ વૃક્ષ નો ઉછેર કરવાની સલાહ આપવાની સાથે આજના દિવસને યાદગાર બનાવ્યો હતો.  

આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર રામનિવાસ બગુલીયા,સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસર ધર્મેશ ગોહિલ, સોનગઢ મામલતદાર,સોનગઢ ટીડીઓ,મંતવ્ય ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓ,અન્ય અધિકારીઓ/પદાધિકારીઓ,તથા સાર્વજનીક હાઇસ્કુલ સોનગઢ ના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post