ઉચ્છલ તાલુકાના આનંદપુર ખાતે રસ્તા પર ચાલતા જતા યુવકને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી દેતા,યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઉચ્છલના આનંદપુર ગામ ખાતે વિરવચ્છરાજ હોટેલ ની વચ્ચે સોનગઢ તરફ જતા નેશનલ હાઇવે નંબર-૫૩ પર ધર્મેન્દ્રકુમાર રામક્રિષ્ના (રહે.ભડભુંજા સ્ટેશન ફળિયું તા.ઉચ્છલ જી.તાપી મુળ ૨હે.રસુલપુર ગિરસા પો.સ્ટ.બીશારા તા.શિરાર્થે જી.કૌશમ્બી રાજ્ય ઉત્તર પ્રદેશ)ચાલતા ચાલતા જઈ રહ્યા હતા.તે વેળાએ ટ્રક રજી. નં.GJ-37-T-7514 ના ચાલકે પોતાનો કબજાની ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ધર્મેન્દ્ર કુમાર ને ટક્કર મારી દીધી હતી.અકસ્માતમાં ધર્મેન્દ્ર કુમાર ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા પલસાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ,જ્યાં ધર્મેન્દ્ર કુમાર નું મોત નીપજ્યું હતું. જોકે ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. ઉચ્છલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590