બોગસ પેઢીનામુ બનાવી ૭/૧૨ નકલમાં નામનો ઉમેરો કરવામાં આવતા સામેવાળા પક્ષ એ નિઝર પ્રાંત કચેરીમાં આર.ટી.એસ. નં.૨૪/૨૦૨૩ થી અરજી કરતા ઉશ્કેરાયેલા ઈસમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી ભાઈ બહેન સાથે ઝપાઝપી કરી ઈજા પહોંચાડવામાં આવી.
કુકરમુંડા તાલુકાના સદગવાણ ગામે રહેતા મહેશ્વર ભાઈ બુધાભાઈ પટેલ અને તેમની બહેન વિદ્યાબેન સાથે પ્રાંત કચેરીમાં વિદ્યાબેન ના નામ પર ચાલી આવેલ સર્વે નંબર - ૯૭ વાળી જમીનની બાબતે અરજી કરેલ હતી.જેમાં ચંદ્રકાંતભાઈ મહેન્દ્રભાઈ પટેલ ( રહે.તલોદા હરકલાલ નગર તા.તલોદા જી.નંદુરબાર ) એ બોગસ પેઢીનામુ બનાવી ૭/૧૨ નકલમાં નામનો ઉમેરો કર્યો હતો.જે બાદ વિદ્યાબેને નિઝર પ્રાંત કચેરીમાં આર.ટી.એસ. નં.૨૪/૨૦૨૩ થી અરજી કરી હતી.જે મુદત તારીખ:- ૧૬/૦૫/૨૦૨૩ ના રોજ નિઝર પ્રાંત કચેરીમાં આવેલ હતા.જ્યાં ચંદ્રકાંતભાઈ અને મહેન્દ્રભાઈ ભાસ્કરભાઈ પટેલ ( રહે.તલોદા હરકલાલ નગર તા.તલોદા જી.નંદુરબાર ) પણ હાજર રહ્યા હતા.
અરજી બાબતે બીજી મુદત આપતા મહેશ્વરભાઈ અને વિદ્યાબેન મોટરસાયકલ બેસી ઘરે જતા હતા તે વેળાએ ચંદ્રકાંતભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલે તેમને નિઝર વેલદા રોડ ઉપર અટકાવી ગાળા ગાળી અને ઝપાઝપી શરૂ કરી હતી. મોટરસાયકલ પરથી વાળી નાખી ચંદ્રકાન્તભાઈ પટેલે પકડી રાખી મહેન્દ્રભાઈ પટેલે સ્ટીલ જેવા પાઇપ થી મહેશ્વરભાઈને બંને પગના નળા ના ભાગે ઇજા પહોંચાડી હતી તેમજ વિદ્યાબેન ના જમણા હાથના કાંડા ઉપર ઈજા પહોંચાડી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ મહેશ્વરભાઈ પટેલે નિઝર પોલીસ સ્ટેશને ઈ. પી.કો.કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ (૨),૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો હતો. જે બાદ નિઝર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590