વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં છેલ્લાં ઘણાં સમયથી એક હિંસક દીપડાએ આતંક મચાવ્યો હતો, ગામના સરપંચ ની રજુઆત બાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું.ત્યાર બાદ દીપડો પાંજરે પુરાઇ જતા લોકોએ રાહતનો દમ લીધો છે.
ડુમખલ ગામમાં છેલ્લાં ઘણાં સમયથી હિંસક દીપડાએ આતંક મચાવ્યો હતો અને ઠેર ઠેર રહેણાંક વિસ્તારમાં દીપડો નજરે પડી રહ્યા હતા. રહેણાંક વિસ્તારમાં મરઘાં, કુતરા,બિલાડા નો શિકાર કરી જતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો અને આ આ હિંસક દિપડાને પકડવા માટે પાંજરું ગોઠવવા માટે ગત 18/05/23 ના રોજ ડુમખલ ગામના સરપંચ નિલેશભાઈ ગામીતની અરજીના આધારે શૈલેષભાઈ પટેલ ના ખેતર પાસે પાંજરું મુકતા 19/05/23ના રોજ મળસકે 5 વાગે નર દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. જેની જાણ ગામના સરપંચ નિલેશભાઈ ગામીત દ્વારા વાલોડ વનવિભાગના ફોરેસ્ટર એસ એચ ગાંધી ને અને wccb વોલિયેન્ટર ઇમરાન વૈદ વાલોડ વનવિભાગ ના કર્મચારીઓ મળી પાંજરા નો કબજો લઈ લીધો હતો વાલોડ વનવિભાગની નર્સરી પર પાંજરું મુકવામાં આવેલ છે અને ઉપલા અધિકારીને જાણ કરી વનવિભાગ દ્વારા જંગલમાં છોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590