વ્યારાના નાળું ફળિયા નજીક એક માસ પહેલા રસ્તા પાસે દિવાલ બનાવવામાં આવી હતી,જે દિવાલ ચોમાસાના શરૂઆતી વરસાદમાં જ તૂટી પડી છે.
વ્યારા નગરપાલિકા વોર્ડ નં.૧ માં નાળું ફળિયામાં મગદુમ નગરની સામે રસ્તા પાસે એક માસ અગાઉ રસ્તાની બાજુમાં દીવાલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. પરંતુ કામ કરનાર એજન્સી દ્વારા નિમ્ન કક્ષાનું મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી દિવાલ નું આયુષ્ય માત્ર એક મહિનાનું થઈ પડ્યું હતું.ગુણવત્તા હીન મટીરીયલ નો ઉપયોગ કરવાને કારણે શરૂઆતી વરસાદનો માર પણ દિવાલ ઝેલી શકી નથી. શરૂઆતી વરસાદ વરસતા ની સાથે જ દિવાલ તૂટી પડી હતી.
વ્યારા નગરપાલિકા ની બેદરકારી અને કોન્ટ્રાકટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. વ્યારા નગરપાલિકા દ્વારા મસમોટા પ્રમાણમાં વેરો ઉઘરાવવામાં આવે છે ,જ્યારે તે નાણાનો ઉપયોગ આ રીતે કરવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. દીવાલનું બાંધકામ કરનાર એજન્સી સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કે કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590