દારૂના 20 જેટલા ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને સોનગઢ પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો .તેમજ કુલ કિંમત રૂપિયા 52,800/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી એક ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
સોનગઢ પોલીસને બાતમી મળી હતી કે, લિસ્ટેડ બુટલેગર સુકનજી ઉર્ફે સિકંદર શાંતુભાઇ ગામીત પોતાના ઘરે શિવાજી નગર ખાતે દારૂના જથ્થા નું વેચાણ કરે છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસે શિવાજી નગર ખાતે સુકનજીભાઈ ગામીતના ઘરે રેડ કરી હતી.ત્યારે સુગંજીભાઇ ઉર્ફે સિકંદર શાંતુભાઇ ગામીત (રહે.શિવાજી નગર,સોનગઢ તા.સોનગઢ જી.તાપી )ની મોટરસાયકલ રજી. નં.GJ -26-AC-0364 માં પાસ પેમેન્ટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ 11 મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 6,800/- જે બાદ પોલીસે સુકનજી ઉર્ફે સિકંદર ગામીતની અટકાયત કરી હતી.
તેમજ કૂલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 6,800/- તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા 6,000/- તથા મોટરસાયકલ જેની કિંમત રૂપિયા 40,000/- એમ મળી કુલ રૂપિયા 52,800/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો આપનાર અશ્વિન નગીનભાઈ ગાવીત (રહે. ભવરે તા.નવાપુર જી. નંદુરબાર મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,સુકનજી ઉર્ફે સિકંદર ગામીત 20 જેટલા દારૂના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેની ધરપકડ સોનગઢ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધી વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590