સોનગઢના મલંગદેવ ગામની સીમમાં આવેલા વળાંક પર ડાંગ જિલ્લાના એક બાઈક સવારનું સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ચાલકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ડાંગનો ૨૩ વર્ષીય યુવાન બાઈક પર સવાર થઈ ૧૭ વર્ષીય સગીર સાથે ચરણમાળ જઈ રહ્યા હતા, ત્યારે મલંગ દેવ ગામની સીમમાં રોડના વળાંક ઉપર બાઈક ચાલકે સ્ટેરીંગ કાબુ ગુમાવી દેતા રોડની સાઈડ પર આવેલ લોખંડના પાઇપ સાથે અથડાઈ જતા ૨૩ વર્ષીય અભિષેકભાઈ કિશોરભાઈ માળવીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જ્યારે બાઇક પર પાછળ બેસેલ ૧૭ વર્ષીય સગીર અમન વિજયભાઇ વળવીને માથાના ભાગે તેમજ શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી.
મળતી માહિતી મુજબ ડાંગના અભિષેકભાઈ કિશોરભાઈ માળવી (ઉ.વ.૨૩ રહે.જામાલા દુકાન ફળીયું તા.સુબીર જિ.ડાંગ )પોતાની કબજાની યામાહા કંપનીની R15 મોટર સાયકલ રજી.નં.RJ-27-BX-8137 લઈ,અમનભાઇ વિજયભાઇ વળવી (ઉ.વ.૧૭ રહે.જામાલા દુકાન ફળીયું તા.સુબીર જી. ડાંગ)સાથે ચરણમાળ ગામમાં જઈ રહ્યા હતા,તે દરમિયાન મલંગદેવ ગામની સીમમાં આવેલ રસ્તાની સપાટીમાં સામાન્ય વળાંકમાં ઢોળાવ વાળો રોડ તેમજ પાઇપ લાઈનનું કામ ચાલુ હોવાથી રોડ ઉપર માટી પડેલ હોવાથી જે માટી ઉપરથી જતી વખતે મોટર સાયકલ ના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા, મોટર સાયકલ રોડથી નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો.રોડની સાઇડ ઉપર પાઇપ લાઇન ના લોખંડના પાઇપ સાથે અથડાઈ જતાં બાઇક ચાલક અભિષેકભાઈ ના ચહેરા ઉપર નાક તથા મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.તેમજ ૧૭ વર્ષીય સગીરને શરીરે માથાના ભાગે તથા જમણા હાથના ભાગે નાની મોટી ઇજા પહોંચી હતી.બનાવ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી.તેમજ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590