મહેશ પાડવી(નિઝર ) : નિઝરના વેલદા ખાતે આવેલ ક્વોરી માલિકની બેદરકારીને કારણે એક યુવકનો હાથ મિક્સરના પટ્ટામાં આવી જતા હાથ કપાયો હતો. પ્રાથમિક મળતી માહિતી અનુસાર નિઝર તાલુકાના વેલદા પાણીની ટાંકી પાસે આવેલ ક્વોરી માલિક કોઈપણ પ્રકારની સાવચેતી વગર મજૂરો પાસે કામ કરાવે છે.જેના કારણે આજે રાહુલ પાડવી નો હાથ રેતી સાફ કરવાના મિક્સરમાં આવી જતા હાથ કપાઈ ગયો હતો.યુવકનો હાથ શરીરથી અલગ થઈ પડતા નિઝર ખાતે પ્રાથમિક સારવાર આપી યુવકને સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે.
નિઝર ખાતે બનેલી ઘટના બાદ સાબિત થઈ રહ્યું છે કે ,ક્વોરી માલિક દ્વારા કોઈપણ પ્રકારની સેફ્ટી રાખ્યા વગર જ મજૂરો પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું.ઘટનાને લઈને જવાબદાર વહીવટી તંત્ર સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે.શું તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારની ઘટના બને તેની રાહ જોવામાં આવી રહી હતી ? તંત્ર કોની સાંઠગાંઠ હેઠળ બેધ્યાનપનાણું વલણ અપનાવી રહ્યું છે ? આ પ્રકારની ઘટના ન બને તે માટે જવાબદાર અધિકારીઓ દ્વારા આ પ્રકારના ક્વોરી માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી ખૂબ જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590