આરોપી ઉત્તમે ફોન કરીને જબરદસ્તી ઉપાડી જવાની અને માતાને મારી નાખવાની ધમકી આપી હતી.બાદમાં આરોપી યુવતીના ઘરે ગયો ત્યારે બુમાબુમ થતાં તે ભાગી ગયો હતો. જેથી કંટાળીને યુવતીએ આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. વર્ષ 2017-18ના વેકેશનમાં ઇડન ગાર્ડનમાં ફ્રેન્ડ સાથે રમવા જતી હતી. ત્યારે ફ્રેન્ડનો ભાઇ અને તેનો મિત્ર પણ ત્યાં રમવા આવ્યો હતો. ફ્રેન્ડના ભાઇના મિત્ર ઉત્તમ શર્મા સાથે મુલાકાત થયા બાદ તે બંને ગાર્ડનમાં મળતા અને મિત્રો સાથે રમતા હતા. તે સમયે પાંચથી સાત માસ બાદ ઉત્તમ શર્માએ સગીરાને પ્રપોઝ કરતા સગીરાએ પ્રેમ સંબંધનો સ્વીકાર કરતા બંને એકબીજાને ગાર્ડનમાં મળતા હતા.
ઉત્તમ શર્માએ પોતે હિંમતનગર ખાતે રહેતો હોવાનું કહીને મુળ જમ્મુ કાશ્મીરના કટરા ખાતેનો હોવાનું કહીને હિન્દુ પંડિત હોવાનું જણાવતો હતો. બાદમાં ઉત્તમ શર્મા વાસણામાં આવેલી એક સોસાયટીમાં પીજીમાં રહેવા આવ્યો હતો.ત્યારે સગીરા સ્કુલેથી છુટે તો તેને તે મળવા જતો અને રિવરફ્રન્ટ કે ગાર્ડનમાં બંને મળતા હતા. ત્યારે ઉત્તમ શર્મા સગીરાને અડપલાં કરીને ચુંબન કરતો હતો.સગીરા મનાઇ કરે તો બળજબરઇ કરતો હતો.
દોઢ બે વર્ષ પહેલા ઉત્તમ શર્મા ભાવના ટેનામેન્ટમાં પીજી તરીકે રહેવા આવ્યો ત્યારે સગીરાને ઘરે બોલાવી છેડતી કરીને બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા અને તેની માતાને સાચવવાની ભાવનાત્મક વાતો કરીને લગ્નની લાલચ આપીને અનેકવાર સંબંધ બાંધ્યો હતો. વર્ષ 2023ના સપ્ટેમ્બર માસમાં ઘી કાંટા કોર્ટમાં રજીસ્ટર ઓફિસમાં લગ્ન કરી લીધા બાદ યુવતી ઉત્તમ સાથે ભાગી ગઇ હતી.ત્યારબાદ બંને હોટલમાં ગયા ત્યારે ઉત્તમ શર્માએ આધાર કાર્ડ આપતા બે અલગ-અલગ જન્મતારીખ વાળા આધારકાર્ડ જોતા સગીરાને શંકાઓ ઉપજી હતી.તે જ રાત્રે ઉત્તમ શર્મા હિન્દુ પંડિત નહિં પણ અન્ય ધર્મનો હોવાની જાણ થતાં ઉત્તમને જાણ કર્યા વગર જ ત્યાંથી નીકળીને માતા પાસે જતી રહી હતી અને સમગ્ર બનાવની જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590