Latest News

અમદાવાદ: કરોડો રૂપિયાનું દેવું અને પત્નીની કચકચથી કંટાળીને વેપારીએ લમણામાં ગોળી મારી દીધી

Proud Tapi 17 Jan, 2024 03:27 AM ગુજરાત

રામોલમાં આવેલા ઓમઓફર્ડમાં ૪૩ વર્ષીય રાજેશકુમાર પટેલ પરિવાર સાથે રહે છે. કોરોના કાળ પહેલા રેતી કપચીનો મોટાપાયે ધંધો ચાલતો હતો.પરંતુ કોરોના સમયે ધંધામાં નુકસાન આવતા 2.50 કરોડનું દેવું થઇ ગયું હતું.ત્યારથી નાના મોટા કોન્ટ્રાકટ પર રાજેશભાઈ કામ કરતા હતા.

અમદાવાદ: વસ્ત્રાલમાં રહેતા શખ્સે ધંધામાં 2.50 કરોડનું દેવું થઈ જતા, પત્ની સાથે અવારનવાર તકરાર ચાલતી હતી. જેથી કંટાળીને શખ્સે ગત 13 જાન્યુઆરીના રોજે ઘરે જ પરવાનગી વાળી રિવોલ્વર વડે આપઘાત કરી લીધો છે.

એક મહિના આગાઉ શખ્સે કંટાળીને દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કરી ચુક્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જયારે હાલ રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

રામોલમાં આવેલા ઓમઓફર્ડમાં ૪૩ વર્ષીય રાજેશકુમાર પટેલ પરિવાર સાથે રહે છે. કોરોના કાળ પહેલા રેતી કપચીનો મોટાપાયે ધંધો ચાલતો હતો.પરંતુ કોરોના સમયે ધંધામાં નુકસાન આવતા 2.50 કરોડનું દેવું થઇ ગયું હતું.ત્યારથી નાના મોટા કોન્ટ્રાકટ પર રાજેશભાઈ કામ કરતા હતા. એક તરફ દેવું ભરપાઈ કરવાનું ટેન્શન હતું અને બીજી બાજુ પત્ની સાથે ઘરકંકાસ ચાલતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

ગત 13 જાન્યુઆરીના રોજ રાજેશ ભાઈએ પોતાના રૂમમાં જઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. પોતાની પાસે લાયસન્સ વાળી રિવોલવર રાખતા હતા.તે લમણે મૂકીને ટ્રીગર દબાવી દીધું હતું. પરિવારને આવાજ સંભાળતાની સાથે પત્ની સહીત અન્ય લોકો રૂમ તરફ દોડ્યા હતા, પરંતુ રાજેશભાઈનું મોત થઈ ચુક્યું  હતું.આ અંગે પોલીસને જાણ કરતા રામોલ પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ શરુ કરી હતી. આ ઉપરાંત આસપાસના લોકોના નિવેદન પણ નોધવાની તજવીજ હાથ ધરી છે.

હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. મહત્વનું છે કે, આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવ્યું છે કે, આ મામલે અન્ય કોઈ કારણ છે કે પછી ખરેખર દેવામાં આવીને વેપારીએ  આપઘાત કરેલ છે. હાલ તો અકસ્માતનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ બાદ અન્ય માહિતી સામે આવી શકે છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post