સોનગઢ નગર પાલિકાએ ૨૦૨૩ -૨૪ ના વર્ષ દરમિયાન કેબીન દુકાનોના વેરામાં અને ભાડામાં ભરખમ વધારો કરવામાં આવતા દુકાનદારો સહિત સ્થાનિકો માં ઉદાસીનતા જોવા મળી હતી.જે બાદ આમ આદમી પાર્ટી ,તાપી દ્વારા ચીફ ઓફિસર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવ્યા અનુસાર ,ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેમજ પાલિકા દ્વારા જરૂરી ખર્ચ પર કાપ મુકી ભાવ વધારા પર નિયંત્રણ કરવામાં આવે, તેમજ આ અગાઉ પણ દુકાન કેબિન ધારકો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો.તેમ છતાં નક્કર પાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા.જો ૧૦ દિવસમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો દુકાન કેબિન ધારકો સાથે મળી આમ આદમી પાર્ટી સોનગઢ પાલિકા ખાતે ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590