સોનગઢ તાલુકાના એક ગામ માંથી 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી એક પરિણીત મહિલાને તેમના સાસરિયા એ બાળક છીનવી ઘર છોડવા મજબૂર કરેલ છે, જેથી 181 અભયમ રેસ્ક્યુ ટીમ વ્યારા ખાતે સ્થળ પર પહોંચી અસરકારક કાઉન્સિલગ કરી પરણિતાને બાળક સહિત સાસરીમાં રાખવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ પુત્રવધૂને સાસુ ખુબ ત્રાસ આપતા હોય, જેથી પરણીતા પાંચ દિવસ તેમના નાના બાળક સાથે પિયર માં રહેવા ગયા હતા. મહિલા ને બે વર્ષનું નાનું બાળક છે, છતાંય ઘરનું બધું કામ કરાવતા અને પિયરનું નામ લઈને કાયમ પુત્રવધૂને તેમના સાસુ દબાણ કરતા હતા.મહિલા તેમના પતિને બધી વાતની જાણ કરતાં પરંતુ પીડિતાના પતિ તેમની માતાનું જ કહ્યું માનતા હતા.પીડિતાને તેમના પિયર માંથી તેમની માતા એ મોબાઈલ ફોન લઈ આપ્યો હતો,તે પણ તેમના પતિ એ છીનવી લીધો હતો.લગ્નના ત્રણ વર્ષ થયાં હતાં પરંતુ મહિલા ને સાસરી માં ત્રાસ હોવાથી તેઓ પિયરમાં રહેવા જતા રહ્યા હતા,ત્યાં તેમના પતિ જઈ ને મહિલા જોડે ઝઘડો કરવા લાગ્યા અને પીડિત મહિલા એ સાસરે જવાની ના પાડતા મહિલાના પતિ એ મહિલા પાસે થી બાળક છીનવી લીધું અને તેમના ઘરે લઈ જતા પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન ની મદદ માંગી હતી.
જે બાદ 181 મહિલા હેલ્પલાઇન ની ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાના પતિ અને તેમની સાસુને સમજાવ્યા હતા.પીડિત મહિલાની સાસુને મહિલા સાથે સારી રીતે રહેવા જણાવ્યું હતું.તેમજ તેમનું બાળક બે વર્ષનું હોવાથી ઘર કામમાં તેની મદદ કરવા પણ જણાવ્યું હતું.મહિલાને કામની બાબતમાં પિયરનું નામ લઈ સંભળાવે નહીં,મહિલાના પતિને બાળક સોંપી દઈ સારી રીતે રાખે તેવું જણાવ્યું હતું.પીડિત મહિલાના સાસરી પક્ષના લોકો એ તેમની ભૂલ સ્વીકારી અને હવે તેઓ પુત્રવધૂને સારી રીતે રાખશે તેવું જણાવતા બંને પક્ષો વચ્ચે મહિલા હેલ્પલાઇનની ટીમે સમાધાન કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590