Latest News

પુખ્ત વયની મહિલાની છેડતી થતા અભયમ ટીમ તાપી અભયમ ટીમ વ્હારે

Proud Tapi 11 Sep, 2023 01:42 AM ગુજરાત

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના  ધમોડી ગામ ની એક  પરણિત મહિલા નો 181 મહીલા હેલ્પ લાઈન માં કોલ આવ્યો હતો કે, તેના ગામમાં  રહેતા એક વ્યક્તિ પરણિત પુરૂષ દ્વારા તેમની  છેડતી કરવામાં આવી છે. જે બાદ તાપી અભયમ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે તાત્કાલિક  પહોંચી   પરણિત પુરુષ ને ઝડપી પાડ્યો હતો.અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં આગળ કાર્યવાહી માટે સોંપેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તાપી જિલ્લા સોનગઢ તાલુકાના મહિલા ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે, પતિ ને બીમારી હોવાથી પરિવારની જવાબદારી તેના પર છે.પીડિતાના ઘર થી બીજા ફળીયામાં રહેતા એક પુરુષ છેલ્લા 3 દિવસથી તેમના ઘરે આવતા હતા.અને પીડિતાને ગમે તેમ બોલતા હતા.પીડિતાના પતિ બીમાર હોવાથી  તેમની  લાચારી  નો લાભ લય તેમની સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો.જેની જાણ પીડિતાએ સામા પક્ષનાં માતા પિતાને કરી તો તેમણે પીડિતા સાથે ઝગડો કરી હાથ ચાલાકી કરી છે તેમજ મારા મારી કરતા આ ઘટનાની જાણ 181 મહિલા હેલ્પલાઇન ને કરવામાં આવી હતી. અભયમ રેસ્ક્યૂ ટીમ તાપી દ્વારા સ્થળ પર  બંને પક્ષ ની તમામ હકીકત જાણી સામા પક્ષ ને મહિલાની છેડતી કરવી તે ગુનો બને છે તેનું ભાન કરાવ્યું હતું. તેમજ તેના પરિવાર ને પણ છેડતી નો ગુનો એ કેટલો ગંભીર ગુનો છે તે અંગેની સમજ આપી હતી. સામે પક્ષ નશામાં હોવાથી કોઈ વાત સમજી શકે તેમ ન હતા ,જેથી પીડિતા ને કાયદાકીય માહિતી અને પોલીસ કાર્યવાહી વિશે માહિતી આપી આગળ કાર્યવાહી માટે  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવેલ છે.તેમજ પીડિતાને ફરી જરૂર જણાય તો 181 હેલ્પલાઇન પર કોલ કરી  મદદ  મેળવવા જણાવવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post