ટ્રક ડ્રાઈવર તિલકવાડાના નલિયા ગામ પાસે ટક્કર મારી યુવક નું મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો
ગત તારીખ 29/4/2023 ના રોજ તિલકવાડા તાલુકાના નલિયા ગામના બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપર યંકિતભાઈ પોતાના મોટર સાયકલ નં. જીજે. 22. કે. 9544 લઈ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં તેમને માથા સહિત શરીર અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું આ ગુનાની ફરિયાદ મરનારના પિતાએ તિલકવાડા પોલીસ મથકમાં નોંધાવી હતી.
જે દાખલ ગુના સંદર્ભે તિલકવાડા પોલીસ મથકના પો.સબ.ઇન્સ. એ.જી.ખોથ ના એ સર્વેલન્સ સ્ટાફના માણસોને અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ માર્ગદર્શન અને સૂચના આધારે આ.પો.કો. ભાવેશભાઇ રમેશભાઈ, અ.પો.કો. માનસિંહભાઈ જીલુભાઇ ના એ સીસીટીવી ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ આધારે ગુનાના આરોપી જુવાનસીંગ ખુમાનસીંગ ડાવર ઉ.વ.૪૫ ધંધો- ડ્રાઇવીંગ રહે.કોદલી,પટેલ ફળીયુ તા.અલીરાજપુર જી.અલીરાજપુર (મધ્ય પ્રદેશ) નાઓને અકસ્માતમાં કરનાર ટ્રક સાથે ગણતરીના દિવસોમાં પકડી અકસ્માતનો ગુન્હો ડીટેકટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590