નાંદોદ તાલુકા માંડણ ગામ પાસે બનેલા બનાવમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામ પાસે ગત સોમવાર તા.4 જુલાઈના રોજ પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક ચાલક અને ક્લીનરને બાઈક ઉપર આવેલા ત્રણ જેટલા લૂંટારુઓએ મારમારી રોકડા દસ હજાર અને બે મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા, ત્યારે લુંટ ના ગુનાને અંજામ આપનાર આરોપીમાં પૈકી એકને નર્મદા એલસીબીએ ઝડપી પાડયો હતો જ્યારે અન્ય બે નાસી છૂટેલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે આમ નર્મદા એલસીબી પોલીસે ગણતરીના કલાકો લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો,
ફરિયાદી ટ્રક ચાલક સાગર રામરાવ પાટીલ રહે. મહેન્દલે ગામ, સાકરે રોડ, તા.જી.ધુલિયા (મહારાષ્ટ્ર) તા. 4 જુલાઈના રોજ ટ્રકમાં અમદાવાદથી પ્લાસ્ટિકના દાણા ભરી ધુલિયા ખાતે જાવા નીકળ્યા હતો ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામ પાસે અચાનક પાછળથી બાઈક ઉપર આવેલા 18 થી 25 વર્ષના ત્રણ જેટલા યુવકોએ રસ્તા વચ્ચે બાઈક આડી કરી ટ્રકની કેબિનમાં ચઢી જઈ ચાલક અને ક્લીનરને મારમારી તેમની પાસેથી રોકડા દસ હજાર અને બે મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
તે સમય દરમિયાન એલસીબી પો.ઇન્સ. જે.બી. ખાંભલા અને તેમની ટીમના માણસો વી.વી.આઇ.પી મુવમેન્ટ અનુસંધાને સાગબારાથી રાજપીપળા પરત આવી રહ્યા હતા જેથી ચાલક અને ક્લીનરે તેમને અટકાવી બનેલી ઘટના અંગે કહેતા ચાલકની બતાવેલ દિશામાં પોલીસે આરોપીનો પીછો કરતા લૂંટ કરી ભાગેલા આરોપીઓની બાઈક અમલેથા અને સણદરા ગામ વચ્ચે કાદવમાં ફસાઈ જતા પોલીસે એક આરોપી નામે શૈલેષ રણછોડ વસાવા રહે. નવી નગરી ઉમલ્લા, તા.ઝઘડિયા જી. ભરૂચ નાઓને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બે આરોપી મનીષ વસાવા રહે. કાલીયાપરા, તા.ઝઘડિયા જી. ભરૂચ તથા ઉદય નિલેશ વસાવા રહે. ઉમલ્લા, તા.ઝઘડિયા જી. ભરૂચ અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા.
પોલીસે પકડાયેલા આરોપી પાસેથી રોકડ રકમ 6.600, ત્રણ મોબાઈલ તેમજ ગુનામાં વપરાયેલી બાઈક કબ્જે કરી તેની ધરપકડ કરી હતી જ્યારે ભાગી ગયેલા બે આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે, આમ નર્મદા એલસીબીએ બેનલા લૂંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકો ઉકેલી નાખ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590