Latest News

રાજપીપળા: કચેરીમા આપઘાત ચીમકી પ્રકરણમા નાંદોદના TDO નો આક્ષેપોને રદિયો

Proud Tapi 05 Jul, 2023 06:47 PM ગુજરાત

નર્મદાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમા પંચાયત સદસ્ય વનિતાબેનના પતિ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એવા સુનિલ વસાવાએ હાથમા ઝેરી દવાની બોટલ ધારણ કરી TDO દ્વારા તેમના ચેક  સહી કરવામા આવતી નથી અને ચેક આપવામા આવતો નથી આથી તેઓએ ઝેરી દવા પી આપઘાત કરી લેવાની ધમકી આપતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી.સુનિલ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમા નાંદોદ ના TDO અંજલિબેન ચૌધરીનું નામ લઈ આક્ષેપો કર્યા હતા.

ત્યારે આ મામલે આજે 5 જુલાઈના રોજ નાંદોદના TDO અંજલિબેન ચૌધરી સાથે ફોન દ્વારા સંપર્ક કરી જાણકારી મેળવતા તેમને કહ્યું હતું કે સુનિલ વસાવા દ્વારા જે ચેકની માંગણી કરાઈ રહી હતી એ ચેક એમનો હતો જ નહિ પણ અન્ય લાભર્થીનો હતો જેથી એમને ચેક આપી શકાયજ નહિ, જેતે લાભર્થીની રજીસ્ટરમા સહી લીધા પછી જ એ લાભર્થીને ચેક આપી શકાય એમ કહ્યું હતું.

આમ ગઈકાલની ઘટનામા TDO ના નિવેદન બાદ નવો વણાંક આવ્યો છે, ત્યારે પંચાયત સદસ્યના પતિ સુનિલ વસાવા એ કરેલા આક્ષેપો જો ખોટા હોય તો શું તેમની સામે કોઈ કાર્યવાહી કરાશે? તેમ પૂછતાં હાલ તેઓ કહી શકે એમ નથી એવું જણાવ્યું હતું..આમ સુનિલ વસાવા દ્વારા કચેરી પ્રાંગણમા ઝેર પીવાની ધમકી બાદ નવો વણાંક આવવા પામ્યો છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post