નાંદોદ તાલુકા પંચાયત કચેરીમા કોન્ટ્રાક્ટર એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સન્નાટો છવાઈ જવા પામ્યો છે.મળતી માહિતી મુજબ આજે 4 જુલાઈની સાંજે નંદોદ તાલૂકા પંચાયત કચેરીના પ્રાંગણ માજ સુનિલ વસાવા નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા હાજર લોકોએ તેને પકડી લીધો હતો.
કચેરીમા લોકોની હાજરી વચ્ચે જ આ ઘટના બનતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી. યુવાને તાલુકા વિકાસ અધિકારી અંજલિબેન ચૌધરી સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે કોઈ પણ કારણ જણાવ્યા વગર તેઓના કામના નીકળતા નાણાંના ચેક ઉપર સહી કરવાની ના પાડી દેતા તેઓ આ આત્મઘાતી પગલું ઉઠાવવા મજબુર બન્યા છે...
મળતી માહિતી અનુસાર સુનિલ વસાવાના પત્ની તાલુકા પંચાયતના સદસ્ય પણ છે... એવા કયા સંજોગોનું નિર્માણ થયું કે તેમને આ આત્મઘાતી પગલું ઉઠાવવાની જરુંર પડી,આ ઘટના બાદ તાલુકા વિકાસ અધિકારી સામે પ્રશ્નો ઉભા થયા છે, જિલ્લા વિકાસ અધિકારી અને નર્મદાના કલેકટર હવે આ બાબતે કોઈ તપાસના આદેશ કરશે કે? મોઢા સીવી રાખશે? એ જોવું રહ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590