Latest News

અડાજણથી ભાટપોર ગામને હવે સિટી બસની કનેક્ટિવિટી મળશે: ધારાસભ્ય સંદીપ દેસાઈના હસ્તે પ્રારંભ

Proud Tapi 26 May, 2025 03:22 AM ગુજરાત

સુરત શહેરમાં જાહેર પરિવહન સેવાના વિસ્તરણ રૂપે અડાજણથી ભાટપોર ગામ સુધી સિટી બસ સેવાના રૂટને લંબાવવામાં આવ્યો છે. આ રૂટનું ઉદ્ઘાટન શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ભાટપોર ગામે કરવામાં આવ્યું હતું.

આ રૂટનું ફ્લેગઓફ ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથભાઈ મરાઠે અને વાઈસ ચેરમેન નીલેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ સિટી બસ સેવા ભાટપોર સુધી પહોંચતા, ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ભાટપોરના ગ્રામજનો, અને ભાટપોર GIDC માં કાર્યરત શ્રમિકો તથા કર્મચારીઓ ને સીધો લાભ મળશે. હવે તેમને અડાજણ સાથે સીધી કનેક્ટિવિટી મળી રહેશે, જે તેમના રોજિંદા પ્રવાસને વધુ સરળ અને સુવિધાજનક બનાવશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post