Latest News

ડાંગના ખેડૂત સચિનભાઈ પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિની નવી દિશા

Proud Tapi 26 May, 2025 02:00 PM ગુજરાત

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના આંબાપાડા ગામના ખેડૂત સચિનભાઈ કેશુભાઈ મહાકાળએ રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવીને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી છે. ધોરણ ૮ પાસ સચિનભાઈ, છેલ્લા પાંચ વર્ષથી એક એકરમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક બન્યા છે.

પહેલાં રાસાયણિક ખેતી કરતા સચિનભાઈને જમીનની ફળદ્રુપતા ઘટવાની, ખર્ચ વધવાની અને પર્યાવરણને થતી હાનીની ચિંતા હતી. આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ મેળવી અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધા બાદ તેમણે પ્રાકૃતિક ખેતીનો માર્ગ પસંદ કર્યો.

સચિનભાઈ ગાય આધારિત ખેતી કરે છે, જેમાં જીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિસ્ત્ર જેવા જૈવિક ખાતરો અને દવાઓ જાતે બનાવે છે. તેઓ વર્મીકમ્પોસ્ટ પણ તૈયાર કરે છે અને ખેતરના કચરાનો ઉપયોગ મલ્ચીંગ માટે કરે છે.

આ પદ્ધતિથી રાસાયણિક ખાતરનો ખર્ચ બચ્યો છે, જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન વધ્યું છે, અને ૯૦% પાણીની બચત થાય છે. ઓછા ખર્ચે વધુ આવક મેળવીને સચિનભાઈ આજે આર્થિક રીતે પગભર છે, અને પ્રાકૃતિક ખેતીની સફળતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post