આહવા: ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે લોકસભાના દંડક અને સાંસદ ધવલ પટેલ ના અધ્યક્ષ સ્થાને 'દિશા' (ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી) ની બેઠક યોજાઈ. ડાંગના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ ધવલ પટેલે સરકારી યોજનાઓના લાભો પ્રજા સુધી સત્વરે પહોંચાડવા અને વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી. સાથે જ, તેમણે પ્રવાસન સ્થળો વિકસાવવા, રસ્તાઓ સુધારવા, આહવા તળાવનું બ્યુટિફિકેશન કરવા અને સુબીરમાં સર્કિટ હાઉસ મંજૂર કરવાની દરખાસ્ત કરવા પર ભાર મૂક્યો.
ધારાસભ્ય વિજયભાઈ પટેલે લાભાર્થીઓને સમયસર યોજનાકીય લાભો મળે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી. બેઠકમાં મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, કૃષિ વિકાસ યોજનાઓ સહિતની અનેક સરકારી યોજનાઓની માર્ચ-૨૦૨૫ સુધીની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી.
જિલ્લા કલેકટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590