વિશ્વ પર્યાવરણ દિન, ૫ જૂન, “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે ઉજવાઈ રહ્યો છે. આ નિમિત્તે ડાંગના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ રેલીમાં ડાંગના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ પણ જોડાયા હતા.
સાંસદ શ્રી ધવલ પટેલે વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતા, પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે જનજાગૃતિ લાવવા પર ભાર મૂક્યો. તેમણે ડાંગને પ્રાકૃતિક ખેતીની જેમ જ પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને ખાસ કરીને સાપુતારાના હોટેલ એસોસિએશન તેમજ પ્રવાસીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા સંકલ્પ લેવા આહવાન કર્યું. તેમણે પ્લાસ્ટિકની વસ્તુઓ નકારીને પ્રકૃતિમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો.
ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યું કે, પ્લાસ્ટિક મુક્ત ગામ બનવાથી જ દેશ અને વિશ્વ સ્વચ્છ બનશે. તેમણે સ્વૈચ્છિક રીતે આ અભિયાનમાં જોડાવા લોકોને અપીલ કરી.
પોલીસ બેન્ડ સાથે નીકળેલી જનજાગૃતિ રેલીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ટાળવા, કાપડની થેલીઓ વાપરવા અને પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગેના સંદેશાઓ પ્રસારિત કરાયા. રેલીના અંતે સૌએ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ જાળવી રાખવાના શપથ લીધા. આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓ સહિત વિવિધ સ્તરે જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રેલીમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590