તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડીને શહેરના મુખ્ય માર્ગો પર અમુક કલાકો દરમિયાન ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ આગામી ૧૭ જુલાઈ, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
જાહેરનામા મુજબ, વ્યારાના જૂના બસ સ્ટેન્ડથી મેઈન રોડ-બજાર થઈ જવાહર ચોક પોલીસ ગેટ સુધી અને જૂના બસ સ્ટેન્ડ થઈ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઈ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના વિસ્તારોમાં દરરોજ સવારે ૮:૦૦ કલાકથી રાત્રિના ૮:૦૦ કલાક (૨૦:૦૦ કલાક) સુધી માલવાહક ટ્રક, ટેમ્પો, ટ્રેક્ટર અને અન્ય મોટા વાહનો પ્રવેશી શકશે નહીં.
આ નિર્ણય શહેરના આ વિસ્તારોમાં દિવસભર રહેતા ભારે ટ્રાફિક અને ખાસ કરીને પીક અવર્સ દરમિયાન સર્જાતી અસુવિધાને કારણે લેવામાં આવ્યો છે. ભારે વાહનોના પ્રવેશથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી, જેનાથી રાહદારીઓ અને વાહનચાલકો બંનેને મુશ્કેલી પડતી હતી.
જોકે, આવશ્યક સેવાઓ, ઇમરજન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590