મધ્યપ્રદેશ રાજ્યના સીધી જિલ્લામાં આદિવાસી યુવક સાથે અમાનવીય કૃત્ય ની ઘટના બની હતી.તેના પડઘા સમગ્ર ભારતમાં પડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં પ્રવેશ શુક્લા (બ્રાહ્મણ) નામના ઈસમે આદિવાસી યુવક પર પેશાબ કર્યો હતો.જે બાદ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જે બાદ સમગ્ર દેશમાં તેની ટીકા કરવામાં આવી હતી.
આદિવાસી યોદ્ધા સેના એ આવેદનમાં જણાવ્યા અનુસાર,મધ્યપ્રદેશમાં થયેલા માનસિક વિકૃત કૃત્ય છે. જે ભારત દેશના સમગ્ર આદિવાસી સમાજની સભ્યતા અને આત્મસન્માન ને ઠેસ પહોંચાડી રહ્યું છે. ત્યારે પ્રવેશ શુક્લા (બ્રાહ્મણ) ની ધરપકડ તો કરવામાં આવી છે પરંતુ તેમના પર કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી. તેથી કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
તેમજ આદિવાસી યોદ્ધા સેના એ UCC (યુનિફોર્મ સિવિલ કોડ ) અંગે પણ વિરોધ નોંધાવતા આવેદનમાં જણાવ્યું હતું કે, UCC ( યુનિફોર્મ સિવિલ કોડ) નો અમલ કરવામાં આવે તો સૌથી વધુ નુકસાન આદિવાસી સમાજને થઈ શકે છે. બંધારણ અનુચ્છેદ ૧૩ (૩)(ક) એ આદિવાસીઓની રૂઢિ પરંપરા, સંસ્કૃતિ, સભ્યતા અને અસ્તિત્વને સુરક્ષિત કરી રહી છે ત્યારે અનુચ્છેદ પર સંશોધન કરવું એ ગેર બંધારણીય ગણાવી શકાય છે. UCC કાયદા ના અમલથી સૌથી પહેલા આદિવાસીઓની સંસ્કૃતિ,સભ્યતા અને પરંપરા નાબૂદ થશે.તેમજ UCC ના કારણે બંધારણ દ્વારા ST,SC અને OBC ને આપવામાં આવેલ તમામ અધિકારો સમાપ્ત થઈ જશે અને એટ્રોસિટી એક્ટ પણ નાબૂદ થઈ જશે. જેના કારણે આદિવાસી યોદ્ધા સેના તેનો વિરોધ નોંધાવી રહી છે.
આદિજાતિ વિકાસ મંત્રાલય ગુજરાત,વિધાનસભા ૧૭૧ વિધાનસભા અને વિધાનસભા ૧૭૨ વિધાનસભાના ધારાસભ્યોને પણ આ અંગે આદિવાસી યોદ્ધા સેના દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590