Latest News

વ્યારા નગરના સયાજી સર્કલનું નામ બદલવાના વિરોધ અંગે આદિવાસી યોદ્ધા સેનાએ નગર પાલિકાના પ્રમુખને આપ્યું આવેદનપત્ર

Proud Tapi 10 Jul, 2023 01:45 PM ગુજરાત

વ્યારા નગરમાં આવેલ સયાજી સર્કલનું નામ બદલવામાં આવે તેવી માંગ કરતું આવેદન પૂર્વ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા વ્યારા નગરના સ્થાનિકોએ નિંદા કરી હતી.ત્યારે આજરોજ આદિવાસી યોદ્ધા સેનાએ સયાજી સર્કલનું નામ બદલવામાં ન આવે તેવું આવેદનપત્ર  આપી વ્યારા નગરપાલિકા પ્રમુખ ને રજૂઆત કરી હતી.

તાપી જિલ્લાના વ્યારામાં આવેલ સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની આસપાસ  આશરે ૨૫ લાખ રૂપિયાના  ખર્ચે કમળ બનાવવામાં આવ્યું છે.ત્યારે પૂર્વ કોર્પોરેશન દ્વારા નગરપાલિકા  પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી સયાજી સર્કલ નું નામ બદલીને "કમલમ" કરવા માંગ કરવામાં આવી હતી.

આશરે વર્ષ 1944 માં વ્યારા ખાતે સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.ભારત દેશ આઝાદ થયો ત્યારથી શાસકોએ તેમની પ્રતિમા સાથે કોઈ છેડછાડ કરી નથી.તેમજ સયાજીરાવ ગાયકવાડ સર્કલનું નામ બદલવામાં આવે તો તે તેમનું અપમાન ગણાશે.

જો સયાજીરાવ ગાયકવાડ સર્કલનું નામ બદલવામાં આવશે તો નગરપાલિકા અને નગરપાલિકાના હોદ્દેદારો ઉપર પુરાતન વિભાગ માં ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આદિવાસી યોદ્ધા સેના દ્વારા પણ આંદોલન કરવામાં આવશે.એવી ચીમકી આદિવાસી યોદ્ધા સેનાએ ઉચ્ચારી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post