તાપી જિલ્લાના તમામ નાગરિકો એ તેમના વાહનો નાં દસ્તાવેજો અદ્યતન રાખવા તેમજ ભૌતિક કે વર્ચ્યુઅલ પોતાની પાસે રાખવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તાપી દ્વારા અપીલ કરવામાં આવી છે,આવનાર દિવસોમાં તાલુકાવાર આકસ્મિક ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે.
નોંધનીય છે કે, તાપી જિલ્લામાં માર્ગ અકસ્માતના કારણે માસ મે-૨૦૨૩માં થયેલ કુલ: ૨૧ અક્સ્માત થયેલ છે. જેમાં ૧૬ પ્રાણઘાતક, તેમજ ૩ ગંભીર ઈજા તેમજ ૨સામાન્ય ઈજા ધરાવતા અક્સ્માતોમાં સીટબેલ્ટ ન બાંધવા તેમજ હેલ્મેટ ન પહેરવાના કારણે ૧૮ લોકોનાં મૃત્યુ થવા પામેલ છે.વર્ષ ૨૦૨૧માં ૧૫૩ અને વર્ષ: ૨૦૨૨માં ૧૩૯ લોકોનાં મૃત્યુ થયેલ છે.
આ આંકડાઓ તમામ માર્ગ અક્સ્માતોમાં ૯% જેટલો હિસ્સો ધરાવે છે. વધુમાં ગુજરાત રાજ્યમાં હેલ્મેટ નહીં પહેરવાનાં કારણે વર્ષ:૨૦૨૧માં ૨૬૬૬,અને વર્ષ:૨૦૨૨માં ૨૪૭૦,લોકોનાં મૃત્યુ થવા પામેલ છે.તેમજ સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે વર્ષ:૨૦૨૧માં ૭૧૨,અને વર્ષ:૨૦૨૨માં ૮૯૧, લોકોનાં મૃત્યુ થવા પામેલ છે. આ તમામ આંકડા તમામ માર્ગ અક્સ્માતમાં ૪૦ % જેટલો હિસ્સો ધરાવે છે.
જે બાબતે લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવાય તે ખુબ જ જરૂરી બની રહેલ છે.અકસ્માતોનું પ્રમાણ ઓછુ થાય તે માટે ‘જનજાગૃતિ’ ઉપરાંત ‘રોડ ચેકિંગ’ પણ તેટલું જ જરૂરી હોય છે.આથી આવનાર સમયમાં તાલુકાવાર રોડ ચેકિંગ/આકસ્મિક ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે.તો તાપી જિલ્લાના તમામ નાગરિકો તેમના વાહનો નાં દસ્તાવેજો અદ્યતન રાખવા તેમજ ભૌતિક કે વર્ચ્યુઅલ પોતાની પાસે રાખવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590