Latest News

જાહેર જનતા હોય કે સરકારી અધિકારી-કર્મચારી તમામ વ્યક્તિઓએ લાયસન્સ,હેલ્મેટ,સીટબેલ્ટ બાંધવા જેવા તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે : જિલ્લા કલેક્ટર ડો.વિપીન ગર્ગ

Proud Tapi 26 May, 2023 12:13 PM ગુજરાત

તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેકટરના ચેમ્બરમાં યોજાઇ હતી.

જિલ્લા કલેક્ટરે  સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં જે સ્થળોએ ફેટલ અકસ્માત થયા છે તેવા સ્થળો ની સંયુક્ત તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા,રોડ પર જ્યાં શાળાઓ આવેલી હોય તેની આસપાસ સ્પીડ બ્રેકર મુકાવવા અને યોગ્ય સાઇનેજીસ લગાવવા,ઓવર સ્પીડીંગ, મોબાઇલ પર વાત, નાની ઉંમરે વાહન ચલાવવું, જેવા ગંભીર ગુનાઓ અંગે ખાસ ચેકિંગ કરવાની સાથોસાથ રોડ પર રખડતા પશુઓને નિયંત્રણ કરવાની સૂચના આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વધુમાં રોડ સેફ્ટી ભાગરૂપે વિવિધ અવેરેનેશના કાર્યક્રમો કરી રોડ અકસ્માત ઘટાડવાના સઘન પ્રયત્નો કરવા જણાવ્યું હતું.આમ નાગરિક હોય કે પછી સરકારી અધિકારી હોય કે કર્મચારી હોય ગાડી ચલાવતી તમામ વ્યક્તિએ  લાયસન્સ, હેલ્મેટ,સીટબેલ્ટ બાંધવા જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ કડક શબ્દોમાં જણાવ્યું હતું.

વધુમાં તમામ ગ્રામ સભામાં અને શાળા -કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાય તે માટે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સાથે તલસ્પર્શી સંવાદ કરીને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન, ડ્રાઈવિંગ લાયસન્સની અગત્યતા, વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સહિત સલામત ડ્રાઈવીંગ કરવાથી અકસ્માતો જેવી ઘટનાઓને અટકાયત અંગે માહિતગાર કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં જણાવ્યું હતું. ગ્રામ્ય સ્તરે લાઇસન્સ માટે ખાસ કેમ્પોનું આયોજન કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એસ. કે. ગામીત દ્વારા રોડ સેફ્ટી સંબંધિત વિવિધ મુદ્દાઓ ની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ,નિવાસી અધિક કલેક્ટર આર.જે.વલવી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post