Latest News

પ્રાકૃતિક ચુનાવાડી ગામે ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

Proud Tapi 26 May, 2023 12:58 PM ગુજરાત

પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરી કુદરતના અણમોલ વારસાને જાળવવા તથા સમાજના વિકાસ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા કોલેજના પ્રાધ્યાપકો એ વિચાર- વિમર્શ કરી સૌને સામાજિક ઉત્થાન માટે અનુરોધ કર્યો

 પ્રાકૃતિક સૌંદર્ય અને પ્રકૃતિથી ભરપૂર એવા  ચુનાવાડી ગામ માં 25 મે ૨૦૨૩ નાં રોજ ગુજરાત વિદ્યાપીઠ ,અમદાવાદ મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના EC મેમ્બર અને વીરપુર કોલેજના પ્રિન્સીપાલ ડો.જયંત ચૌધરી અને નિવૃત્ત પ્રો.ડો. કિશોર ચૌધરી અને ગામના પ્રથમ નાગરિક સરપંચ અને ભૂતપૂર્વ સરપંચ કૌશિકભાઈના અધ્યક્ષતામાં સ્નેહમિલન યોજાયું જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજ ના અધ્યાપકો ,શિક્ષકો,અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારી મિત્રો તેમજ ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત  રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
 
ચુનાવાડી ગામના સરપંચ તેમજ પદમડુંગરી ઇકો ટુરિઝમ ના પ્રમુખ સરલા બહેને પ્રકૃતિ ના જતન માટે આપણે શું કરી શકીએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતની વિવિધ કોલેજોમાં ફરજ બજાવતા પ્રાધ્યાપક મિત્રો એ ઉપસ્થિત સૌને કુદરતી સૌંદર્ય માણવા તેમજ કુદરતના આ અમૂલ્ય વારસાને ટકાવવા અનુરોધ કર્યો હતો. આ ગામ ની ખાસિયત છે કે આ વિસ્તારમાં ગ્રામજનોના  સહકારથી  ગામને સંપૂર્ણ પ્લાસ્ટિક થી  મુક્ત કરવામાં આવ્યું છે.

ગામ માં ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અને નોકરીની તૈયારી કરવા માટે સુવિધા મળી રહે તે માટે વાચંન માટે ઉત્તમ લાઈબ્રેરી ની  સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.આ સ્નેહ મિલન ની મંજુરી વનવિભાગ દ્વારા આપવામાં આવી હતી. સમાજ વિકાસ માટે ઉત્કૃષ્ટ કામગીરી કઈ રીતે કરી શકાય તે દિશામાં બધા મિત્રોએ સાથે મળીને વિચાર વિમર્શ કર્યા. અંતે પ્રાકૃતિક આદિવાસી પારંપારિક ભોજન ઢેખળા, તુવેરની દાળ,નાગલી ના રોટલા,અને કોળા ના ગુલાબ જાંબુ સરસ મજાનું પ્રીતિ ભોજન નો લાભ લઇ સ્નેહ મિલન નું સમાપન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન પ્રસંગ સૌના માટે યાદગાર સંભારણું બની રહ્યો હતો. 

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post