મહેશ પાડવી (પ્રતિનિધિ) : નિઝરના સરવાળા ગામ ખાતે ટ્રક ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારી દેતાં અક્સ્માત સર્જાયો હતો.ત્યારે અકસ્માતમાં ૧૧ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું.
નિઝરના સરવાળા ગામના બસ સ્ટેન્ડ નજીક વાંકા પ્રકાશા સ્ટેટ હાઇવે ઉપર સરવાળાથી વાંકા ચાર રસ્તા તરફ જતા રોડ પર ટ્રક રજી. નં.MP-09-HF-9153 ના ચાલકે પોતાના કબ્જાનુ ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી નરેશ રતિલાલ પાડવી (રહે.વીરપુર તા.અક્કલકુવા જી.નંદુરબાર)ના પીયાગો છકડો રીક્ષા રજી. નં. GJ-19-U-6063 ને પાછળથી ટક્કર મારી દીધી હતી.અકસ્માતમાં રિક્ષામાં સવાર રાધિકા મોહન તડવી (ઉ.વ.૧૧ રહે. વીરપુર તા.અકકલકુવા જી.નંદુરબાર મહારાષ્ટ્ર)ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા,સ્થળ પર જ મોત નિપજ્યું હતું.અને અનિતા સુનિલ તડવી, રમણ તડવી ને શરીરે ઓછી-વત્તી ઇજાઓ પહોંચી હતી.જોકે ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.ત્યારે નિઝર પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590