Latest News

વ્યારા તાલુકાના માલોઠા બ્રિજ પર બે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

Proud Tapi 16 May, 2023 05:37 PM ગુજરાત

વ્યારા - ઉનાઇ હાઇવે માર્ગ પર આવતું માલોઠા ગામના બ્રિજ પર આજરોજ સવારે બે ડમ્પર અને એક કાર નંબર જીજે/૨૧/સીસી/૩૬૩૩ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે ડમ્પર વચ્ચે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.વ્યારા તાલુકાના માલોઠા ગામના બ્રીજ પર આજરોજ ડમ્પર નંબર જીજે/૦૫/ બીઝેડ/૨૦૩૮ ના ચાલકે પોતાના કબ્જાનુ ડમ્પર પુરઝડપે હંકારી લઇ આવી કાર નંબર જીજે/૨૧/સીસી/૨૬૨૧ને પાછળથી ટક્કર મારતા કાર આગળ ઉભેલ ડમ્પર નંબર જીજે/૦//એટી/૨૨૪૭ સાથે જોરદાર કટકાઇ હતી,જોકે ડમ્પર ચાલક પોતાના કબ્જાનુ ડમ્પર લઇ નાસી છુટ્યો હતો.

આ અકસ્માતમાં નવસારીના વાંસદા ખાતે રહેતા સિધેશ્વરભાઇ ભટેવરાના પત્ની ખુત્બુબેન ભટેવરા તથા તેમના બાળકો અનેરીકુમારી (ઉ.વ.૧૨) અને નવ્યેશકુમાર (ઉ.વ.૬) તેમજ કાર ચાલક દિપક ગીરી ગોસ્વામી કારમાં ફસાઇ ગયા હતા,જોકે સ્થાનિકોએ કારનું પતરૂ તોડી - કાડી ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢી ૧૦૮ની મદદથી વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જોકે તમામ લોકોને નજીવી ઇજા પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી, કારમાં સવાર તમામ લોકો વાંસદા થી અક્કલકુવા જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો.બનાવ અંગે સિધ્ધેષકુમાર ભટેવરા રહે, મેઇન બજાર vans જૈન મંદિરની બાજુમાં, વાંસદા જિલ્લા-નવસારી નાઓએ ડમ્પર નંબર જીજે/૦૫/બી ઝેડ/૨૦૩૮ ના ચાલક વિરુદ્ધ વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post