વ્યારા તાલુકાના પાનવાડી ગામની સીમમાં અજાણ્યા ટવેરા ચાલકે મોપેડ સવાર વેપારીને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વેપારીને શરીરે ઇજાઓ પહોંચી હતી.
સોનગઢ તાલુકાના ગતાડી ગામ ખાતે રહેતા મેહુલ મનહર ચૌધરી પોતાની મોપેડ રજી.નં.-GJ-26-AD-4835 પર સવાર થઈને પાનવાડી ગામની સીમમાં વ્યારા થી સરૈયા તરફ જતા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે અજાણ્યા ટવેરા ગાડી ચાલકે પોતાના કબજા ની ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડે ચલાવી લાવી મેહુલ ચૌધરી ને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા વેપારી મેહુલ ચૌધરીને શરીરે ઇજાઓ પહોંચી હતી.ત્યારે વ્યારા પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590