મહેશ પાડવી (પ્રતિનિધિ ) : નિઝર તાલુકાના ભીલજાબોલી ગામમાં મોટરસાયકલ પર લસણ વેચવા નીકળેલા યુવકને હાઈવે ટ્રક એ ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકને શરીરે ઇજાઓ પહોંચી હતી. નવાપુરના પવન દસ જાદવ (રહે.ઉમર્દેબુધર્ક પોસ્ટ સુંદર દે તા.જિ.નંદુરબાર મહારાષ્ટ્ર) તેમની મોટર સાયકલ નં. રજી . નં.MH-39-P-2261 પર સવાર થઈ એક કંતાનના કોથળામાં લસણ બાંધી ગુજરાત ખાતે આવેલ રુમકીતલાવ સાઇડે ગામોમાં છુટક વેચાણ કરવા માટે નીકળ્યો હતો.ત્યારે નિઝરના ભીલજાંબોલી ગામમાં હાઇવા ટ્રક રજી. નં .GJ-16-AV-8973 ના ચાલકે હાઇવા ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલને સામેથી ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.અને ટ્રક રોડની સાઈડમાં જઈને નીચે જઈ પલટી મારી ગયો હતો.અકસ્માતમાં પવન જાદવ ને શરીરે ઇજાઓ પહોંચી હતી.જોકે હાઇવા ટ્રક ચાલક નાસી છૂટયો હતો. નિઝર પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590