મહેશ પાડવી(પ્રતિનિધિ) : નિઝર તાલુકાના કાવઠા ખાતે અજાણ્યા પિકઅપ ચાલક એ રોડની સાઈડમાં ઊભા રાખેલ છોટા હાથી ટેમ્પો ને ટક્કર મારી દેતા,છોટા હાથી ટેમ્પો રસ્તાની બાજુમાં પલટી મારી ગયો હતો.અકસ્માતમાં છોટા હાથી ટેમ્પોના ચાલક નું મોત નિપજયું હતું.
નિઝર તાલુકાના કાવઠા ગામ ખાતે છોટા હાથી સુપર એસ ટેમ્પો નં.MH-20-DE-3207 રોડની ડાબી સાઈડ એ ઊભો હતો.તે વેળાએ અજાણ્યા સફેદ કલરના પીક અપ ટેમ્પો ચાલકે પોતાના કબજાનો પીક અપ ટેમ્પો પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી છોટા હાથી ટેમ્પો ને પાછળથી ટક્કર મારી દીધી હતી.અકસ્માતમાં છોટા હાથી ટેમ્પો પલટી મારી ગયો હતો અને છોટા હાથી ટેમ્પો ચાલક વિક્રમ ગુલાબસિંગ પાડવી (ઉ.વ.આ.૪૫ રહે.કેવડામોઈ તા.કુકરમુંડા જી.તાપી)ને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું.જોકે અજાણ્યો પિક અપ ચાલક નાસી છૂટ્યો હતો.ત્યારે નિઝર પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590